માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠ તાલુકાનો વિષે પરિચય

પરિચય

૧. તાલુકાનો ઇતિહાસ અથવા તાલુકા વિશેની માહિતી.
ખેડા જીલ્લાનું વિભાજન થતાં વસો નવા તાલુકા તરીકે સપ્ટેમ્બર-૨૦૧૩ થી અસ્તિત્વમાં આવેલ છે. અત્રેના નવરચિત વસો તાલુકામાં નડિયાદ તાલુકામાંથી ૧૨ ગામ, માતર તાલુકામાંથી ૬ ગામ તથા આણંદ જીલ્લાના સોજીત્રા તાલુકાના ૩ ગામ અને પેટલાદ તાલુકાના ૧ ગામનો સમાવેશ કરી કુલ-૨૨ ગામ સમાવી વસો તાલુકાની રચના કરવામાં આવેલ છે.
વસો તાલુકાના સૌપ્રથમ પ્રમુખ તરીકે શ્રી કનુભાઈ ડી. વણકર તા.૨૯.૧.૨૦૧૫ ના રોજ ચુંટાઈ આવેલ.
માતા વસોધરાના આશીર્વાદ જેના પર સદાય છે તેવા તાલુકા મથક વસોનો પોતાનો એક ભવ્ય ઐતિહાસિક વારસો છે. દરબાર ગોપાળદાસ, મોતીભાઈ અમીન, વસોના ગાંધી એવા સુતરીયા સાહેબ જેવા અનેક વીર સપૂતોની આ પાવન ભૂમિ છે. મોતીભાઈ અમીન જેવા પુસ્તકાલય પ્રવૃતિના પ્રણેતાએ શિક્ષણને એક કદી ન ભૂલી શકાય તેવી ભેટ આપી છે. ખેતી તથા ઉદ્યોગ ક્ષેત્રે તેમજ ભૌતિક સુવિધાની દ્રષ્ટીએ વસો પ્રાચીન સમયથી જ સમૃદ્ધ રહ્યું છે.
વસો તાલુકા મથકે શૈક્ષણિક સંસ્થાઓ તથા આઈ.ટી.આઈ. આવેલ છે. તેમજ પીજ મુકામે સરકારી આઈ.ટી.આઈ. આવેલ છે.
તાલુકામાં જોવાલાયક સ્થળો તરીકે વસો મુકામે દરબાર શ્રી ગોપાળદાસની હવેલી, રૂણ તથા દેવા વાંટા ગામે સંતશ્રી ભાભરામ મંદિર તેમજ પીજ ગામે શ્રી કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.

Last Update : 31/5/2019

Users : 549935