મુખપૃષ્ઠપંચાયત વિષેપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
મધ્ય ગુજરાતમાં સ્થિત ખેડા જિલ્લો ૨૨.૩૦ અને ૨૩.૧૮ ઉત્તર અક્ષાંશ તથા ૭૨.૩૨ અને ૭૩.૩૭ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. ખેડા જિલ્લાની પૂર્વે પંચમહાલ, પશ્ચિમ - ઉત્તર દિશાએ અમદાવાદ, ઉત્તરે - સાબરકાંઠા તથા દક્ષિણે આણંદ જિલ્લો આવેલા છે.
 
તા.૨/૧૦/૧૯૯૭ના રોજ જૂના ખેડા જિલ્લાનું નવિન ખેડા તથા આણંદ એમ ૨ જિલ્લામાં વિભાજન કરવામાં આવેલ છે. જિલ્લાનું વિભાજન થતાં અત્રેના તા.૧૫/૧૦/૧૯૯૭ થી જિલ્લામાં સમાવિષ્ટ ૬ (છ) તાલુકાઓની પુનઃ રચના કરી તાલુકા વિભાજનથી ૧૦ (દશ) તાલુકાઓ બનાવવામાં આવ્યા છે.
 
હવે ખેડા જિલ્લામાં કુલ ૧૦ (દશ) તાલુકાઓમાં, કપડવંજ, વીરપુર,બાલાશિનોર, કઠલાલ, મહેમદાવાદ, ખેડા, માતર, નડીયાદ, મહુધા, ઠાસરા નો સમાવેશ થાય છે. ખેડા જિલ્લાનું વડુ મથક નડીયાદ શહેર છે.
 
ખેડા જિલ્લામાં કુલ - ૬૨૦ ગામો તથા ૧૨ શહેરી વિસ્તારો આવેલા છે. ખેડા જિલ્લામાં આવેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની વિગતો નીચે મુજબ છે.
 
જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત ૧૦
નગર પાલિકા મ્યુ-બરો ૧૨
ગ્રામ પંચાયતો ૫૫૯
 
પંચાયતીરાજ અને વહીવટ
 
રાજયમાં તા.૧/૪/૬૩ થી પંચાયતી રાજયનો અમલ થયેલ છે. ખેડા જિલ્લામાં ૪૯૭ સ્વતંત્ર ગ્રામ પંચાયતો તથા ૬૨ જુથ પંચાયતો ૧૦ તાલુકા પંચાયતો અને ૧ જિલ્લા પંચાચત છે. જિલ્લા પંચાયતનું મુખ્ય મથક નડીયાદ છે. ત્રિસ્તરીય પંચાયતો તેમને સોંપવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી શકે તે માટે તેમને સોંપવામાં આવેલ કાર્યો સાથે સરકારીશ્રીએ જરૂરી અધિકારીઓ તથા કર્મચારીઓ પંચાયતને તબદીલ કરે છે.
 
જિલ્લાની ભુસ્તર રચના
 
જિલ્લામાં મુખ્યત્વે રેતાળ, કયારીની કાળી, રેતાળ કે ગોરાડુ અને મધ્યકાળી ભાગની જમીન પ્રકારની જમીનો આવેલ છે. રેતાળ કે ગોરડુ જમીન સામાન્ય રીતે જિલ્લાના નડીયાદ તાલુકાના વિસ્તારમાં આવેલા છે, જે ચરોતરની જમીનોના વિસ્તારના નામે પ્રખ્યાત છે. ક્યારીની જમીન માતર, મહેમદાવાદ તાલુકામાં જોવા મળે છે. કાળી જમીન કપાસના પાક માટે ઉત્તમ ગણાય છે. જે કપડવંજ, ઠાસરા અને બાલાશિનોર તાલુકામાં છે. જ્યારે નદીઓ કાપની બનેલી જમીન ભાઠાની જમીનો ગણાય છે. માતર તાલુકાનો અમુક વિસ્તાર ભાલ વિસ્તાર તરીકે જાણીતો છે. જે ધઉંના વાવેતર માટે સારો ગણાય છે.
 
નદીઓ તથા પર્વતો
 
આ જિલ્લામાં સાબરમતી, મેશ્વો, ખારી,લુણી,વારાસણી, મહોર, વાત્રક અને શેઢી એમ કુલ ૮ આ જિલ્લાની નદીઓ છે. બાલાશિનોર - ઠાસરા તાલુકાની પૂર્વ સરહદે અડીને પસાર થતી મહી નદી તેના વિશાળ પટના કારણે "" મહી સાગર '' ના નામે પ્રસિધ્ધ છે. જિલ્લામાં કોઈ ડુંગર કે પર્વતની હારમાળા આવેલ નથી. બાલાશિનોર તાલુકાના રૈયાલી ગામે ધણા વર્ષોના જૂના ""ડાયનાસોર'' ના અવશેષો મળી આવેલા છે.
 
ક્ષેત્રફળ અને વસ્તી
 
જિલ્લાનું ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ કુલ ક્ષેત્રફળ ૪૨૧૯ ચો.કિ.મી. છે. જિલ્લાની કુલ વસ્તી ૨૦૨૪૨૧૬ છે. અને જિલ્લાની પ્રત્યેક ચો.કી.મી. દીઠ વસ્તીની ગીચતા ૪૮૦ છે.
 
સને ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ પુરૂષોની સંખ્યા ૧૦૫૨૮૨૩ અને સ્ત્રીઓની સંખ્યા ૯૭૧૩૯૩ છે. તે પૈકી ૧૬૧૭૭૬૬ વ્યકિતઓ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. તથા ૪૦૬૪૫૦ વ્યકિતઓ શહેરી વિસ્તારમાં રહે છે.
 
ખેડા જિલ્લા પંચાયત પંચાયતી રાજ સંસ્થા તરીકે રાજયમાં આગવું સ્થાન ધરાવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550674