મુખપૃષ્ઠશાખાઓબાંઘકામશાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના


કાર્યપાલક ઇજનેરની સામાન્‍ય ફરજો અને જવાબદારીઓ પી. ડબલ્‍યુ ડી. મેન્‍યુઅલ ભાગ-૧ ના ફકરા-૩૪(સી) તથા ૪૫ થી ૫૧ અને ૫૩ માં નક્કી થઇ છે. તેમાં મુખ્‍યત્‍વે તેણે એ જોવાનું હોય છે કે, યોગ્‍ય મંજુરી બાદ જ જાહેર કામો શરૂ કરવા, કામ માટે સ્‍ટોર તથા કામના હિસાબો ચોકકસાઇ પૂર્વક રાખવા અને સમયસર હિસાબો એકાઉન્‍ટન્‍ટ જનરલને રજુ કરવા તથા પ્રગતિ અહેવાલો ઉપરી અધિકારીઓને અને અન્‍ય્‍ જાહેર મિલ્‍કતની યોગ્‍ય જાળવણી થાય તેમાં કોઇ ઘુસણખોરી ન કરે, તથા જયાં ભાડુ આવક વસુલ કરવાની હોય ત્‍યાં વસુલાત સમયસર થાય અને સરકારી હિસાબમાં જમા થાય તે જોવાની ફરજ છે. ઉપરાંત અકસ્‍માતો અને કુદરતી આફતો અંગેનો અહેવાલ તાત્‍કાલિક અધિક્ષક ઇજનેરને કરવાની અને તેના અનુશંધાને તેણે લીધેલ પગલાંની જાણ કરવાની ફરજ છે.

 
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550621