મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના


વિકાસ શાખાએ ખેડા જિલ્‍લા પંચાયતની મહત્‍વની શાખા છે. જેમાં સરકારશ્રીની મહત્‍વની યોજનાઓની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં સરદાર આવાસ યોજના, નાણાંપંચ, પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસ, છુટા છવાયા આદિવાસી ઉત્‍કર્ષ ની યોજનાઓનો સમાવેશ થાય છે.
સદર યોજનાઓ ઘણી જ ગરીબલક્ષી યોજના છે. જેનાથી ગામડાના અતિગરીબ કુટુંબોને આવાસનો લાભ મળે છે. ગામડામાં રસ્‍તાઓ ડ્રેનેજ, પીવાના પણી, પ્રા. શાળાના ઓરડા, આંગણવાડી ના મકાન, જળસંચયના કામો, ઇ ગ્રામ વિ. કામગીરી નાણાપંચ હેઠળ સરકારશ્રીની સો ટકા સહાયથી વસ્‍તીના ધોરણે કરવામાં આવે છે.
આ રીતે ગરીબ ગ્રામ્‍ય પથના લાભાર્થી પંચાયત ઘર કમ તલાટી કમ મંત્રી આવાસ યોજના થી ગામમાં પંચાયત ઘર બનાવવામાં આવે છે. જે સરકારશ્રીની સો ટકા સહાયથી કરવામાં આવે છે.
છુટા છવાયા આદિવાસી ઉત્‍કર્ષ યોજના હેઠળ ગ્રામ્‍ય આદિવાસીઓ ના ઉત્‍કર્ષ માટે વ્‍યકિતગત ધંધા માટે તથા સામુહિક કામગીરી માટે સહાય આપવામાં આવે છે.


છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550602