મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

ખેડા જીલ્લા પંચાયત આરોગ્ય શાખા નડીઆદ હસ્તક મહેકમ શાખા, ટેકનીકલ શાખા, આર.સી.એચ. શાખા, મેલેરીયા શાખા, કુટુંબ કલ્યાણ શાખા આવેલી છે. શાખાઓ વાઇઝ કામગીરીની વિગત નીચે મુજબ છે.

૧. મહેકમ શાખા
  જિલ્લાના બ્લોક હેલ્થ ઓફિસ તેમજ પ્રાથમિક આરોગ્યના કર્મચારીઓની વહીવટી કામગીરી, પગારબીલ વગેરે કામગીરી હાથ ધરવામાં આવે છે.
૨. ટેકનીકલ શાખા
  ટેકનીકલ શાખામાં જીલ્લામાં થતાં રોગચાળા અટકાયતી કામગીરી તેમજ પીવાના પાણીના ક્લોરીનેશન, પાઇપલાઇન લીકેજીસ તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા જાળવવા સુપરવિઝન અને મોનીટરીંગ હાથ ધરવામાં આવે છે. તેમજ શાળા આરોગ્યને લગતી કામગીરી હાથ ધરવામાં આવે છે.
૩. આર.સી.એચ.શાખા
  આ શાખા અંતર્ગત વેક્શીનેશન કામગીરી તેમજ સંસ્થાકીય સુવાવડો દ્વારા માતા મરણ અને બાળ મરણ અટકાવવા તેમજ બેટી બચાવો કામગીરી દાઇ તાલીમ પલ્સ પોલિયો રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવે છે.
૪. મેલેરીયા શાખા
  આ શાખા દ્વારા વાહકજન્ય રોગ અટકાવવા આરોગ્ય કર્મચારી દ્વારા ઘરેઘરે ફરી તાવના કેસોની મોજણી, તાવના દર્દીની સારવાર લોહીના નમુનાનું એકત્રીકરણ, લેબોરેટરી પરીક્ષણ અને મેલેરીયા પોઝીટીવ કેસોની રેડીકલ સારવાર તથા જંતુનાશક દવા છંટકાવ કામગીરી તથા જંતનાશક દવા યુક્ત મચ્છરદાની વિતરણ, મચ્છર ઉત્પત્તિ સ્થાનોમાં પોરા ભક્ષક માછલીઓ મુકાવવી, પોરા નાશક કામગીરી તેમજ ડેન્ગ્યુ તેમજ ચીકન ગુનીયાના કેસોમાં ફોગીંગ જેવી કામગીરીનું સુપરવિઝન હાથ ધરવામાં તેમજ જન સમુદાયમાં મચ્છરજન્ય રોગો અંગે લોક જાગૃતિ કેળવાય તે માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે.
૫. કુટુંબ ક્લ્યાણ શાખા
  કુટુંબ કલ્યાણ શાખા અંતર્ગત વસ્તી વધારાને રોકવા કાયમી પધ્ધતિ અંતર્ગત સ્ત્રી નશબંધી કેમજ તેમજ પુરુષ નશબંધી કેમ્પોનું આયોજન તેમજ બીન કાયમી પધ્ધતિ અન્વયે નિરોધ, ઓરલ પીલ્સ, કોપર ટી વિતરણ તથા આરોગ્યના વિવિધ કાર્યક્રમોનો પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550665