મુખપૃષ્ઠશાખાઓઆર્યૃવેદ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

આયુર્વેદ શાખા હસ્‍તક ખેડા જિલ્‍લામાં ૯ સરકારી આયુર્વેદ દવાખાના તથા ૬ જિલ્‍લા પંચાયત સંચાલિત દવાખાના એમ કુલ ૧૫ આયુર્વેદ દવાખાના અને ૯ હોમિયોપેથિક યુનિટ વિવિધ જગ્‍યાએ કાર્યરત છે.

આ દવાખાના મારફત જિલ્‍લાનાં અંતરિયાળ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મફત નિદાન કેમ્‍પોનું આયોજન, લીલી તતથી મુકી વનસ્‍પતિનું પ્રદર્શન અને સમજ, નિરોગી રહેવા માટેના આયુર્વેદના સિધ્‍ધાંતોની ચાર્ટ તથા પત્રિકાઓ ધ્‍વારા જાણકારી આપવામાં આવે છે. બાળકોનો બાળપણથી જ સારી રીતે માનસિક તથા શારીરિક વિકાસ થાય તે માટે સુવર્ણ પ્રાસન સંસ્‍કાર કેમ્‍પનું આયોજન પુષ્‍પ નક્ષત્રમાં કરવામાં આવેલ છે. મેલેરિયાનો ફેલાવો ન થાય અને આમ, જનતા મેલેરિયા રોગનો ભોગ ન બને તે માટે આયુ-૬૪ કેપ્‍સુલ આગોતરા આયોજન તરીકે આપવામાં આવે છે. ચિકન ગુનિયા જેવા ભયંકર રોગચાળા વખતે ‘સ્‍વાસ્‍થ સુધા અમૃત પેટ ઉકાળો’ પીવડાવવામાં આવ્‍યો જે ચિકન ગુનિયામાંથી મુક્તિ મેળવવા તથા ફેલાવો અટકાવવા ખૂબ જ ઉપયોગી સાબિત થયો. ખેડૂતો આયુર્વેદ વનસ્‍પતિ ની ખેતી કરવા પ્રેરાય તેવા પ્રયત્‍નો કરવામાં આવે છે. તથા ઔષધિય વૃક્ષોનો વૃક્ષરોપણ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે દર પૂનમ અને અમાસના દિવસે નિયમિત મફત આયુર્વેદ સારવાર કેમ્‍પ, પ્રદર્શન, શિબિરનું આયોજન કરવામાં આવે છે.
  દર્દીઓને તપાસી, નિદાન સારવાર અને મફત આયુર્વેદ ઉપચાર
  આયુર્વેદ દવાઓ મફત સારવાર ધ્‍વારા અપાય છે.
  પંચકર્મ ધ્‍વારા દર્દીને હોસ્‍પિટલમાં દાખલ કરી ફી સારવાર અપાય છે.
  યોગ, સિધ્‍ધ, વ્‍યાયામ ધ્‍વારા સારવાર
  એકયુપંકચર, એકયુપ્રેસર ધ્‍વારા સારવાર
  જળોકા ધ્‍વારા સારવાર
  અગ્‍નિકર્મ, દંતોપાદન (જાલંધર યોગ ધ્‍વારા) દાંતની સારવાર
 
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550702