મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

તમામ તાલુકા પંચાયતોમાં ડેટા બેઇઝ સેન્‍ટર તૈયાર કરવામાં આવેલ છે. આ સેન્‍ટરમાં ર કોમ્‍પ્‍યુટર ૧ પ્રીન્‍ટર અને ૧ કિયોસ્‍ક મશીન, ફર્નીચર દ્વારા તથા દરેક તાલુકા પંચાયતને ડી.ડી.આર. એસ. સેટથી સુસજ્જ કરવામાં આવેલ છે.
 
  તમામ તલાટી કમ મંત્રીઓને ઇ-ગ્રામ વિશ્વ પ્રોજેક્ટ હેઠળની તાલીમ આપી સુસજ્જ કરવા અને તમામ ગ્રામ પંચાયતોને ઇન્‍ટરનેટ કનેકટીવીટીથી સુસજ્જ કરવી. ખેડા જિલ્‍લાના તમામ તલાટી કમ મંત્રીઓને ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ હેઠળની પ્રથમ તબક્કાની તાલીમ આપવામાં આવે છે. તથા બીજા તબક્કાની તાલીમ આપવાની કાર્યવાહી ચાલુ છે. કેપેસીટી બિલ્‍ડીંગ અન્‍વયે જિલ્‍લા/તાલુકા/ગ્રામ પંચાયત કુલ ૪૨૪ પદાધિકારીશ્રીઓને કોમ્‍પ્‍યુટર તાલીમ આપેલ છે.
  ઇ-પ્રીમા પ્રોગ્રામ અંતર્ગત
  ખેડા જિલ્‍લાના ૫૫૯ ગ્રામ પંચાયતોના હિસાબો માહે ડિસેમ્‍બર ૦૭ સુધી પૂર્ણ કરવામાં આવેલ છે.
  ગ્રામ્‍ય કોમ્‍પ્‍યુટર સાહસિક
  ખેડા જિલ્‍લાના ૫૫૯ ગ્રામ પંચાયતોમાં ગ્રામ્‍ય કોમ્‍પ્‍યુટર સાહસિક (કોમ્‍પ્‍યુટર ઓપરેટર) ની નિમણૂંકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. ૫૫૯ ગ્રામ પંચાયતોમ વી.સી.ઇ. કાર્યરત છે અને ઇન્‍સીર્વીસીસ સેવા શરૂ કરવામા: આવેલ છે. ઇ-સર્વીસમાંથી ગ્રામ પંચાયતોમાં કુલ આવક માર્ચ-૨૦૦૮ અંતિત રૂ. ૫,૦૬,૬૦૦/- થયેલ છે.
  આર.ઓ.આર. સુવિધા.
  ૫ ગ્રામ પંચાયતમાં આર.ઓ.આર. સુવિધા કાર્યરત થયેલ છે. તથા ૪૬ ગ્રામ પંચાયત માં આર.ઓ.આર. સુવિધા કાર્યરત કરવા દરખાસ્‍ત કરેલ છે.
  વીજ બીલ કલેકશન સુવિધા.
  ૩ ગ્રામ પંચાયત કક્ષાએ વીજ બીલ કલેકશન સેન્‍ટર શરૂ થયેલ છે. નવા ૬૯ વીજ બીલ કલેકશન સેન્‍ટર માટે કાર્યવાહી ચાલુ છે.
  ગ્રામ પંચાયત કક્ષાએ ઇન્‍ટરનેટ કનેકટીવીટી.
  ૪૮૯ ગ્રામ પંચાયતમાં એરટેલ દ્વારા ઇન્‍ટરનેટ કનેકટીવીટી આપવાની કામગીરી કાર્યરત છે.
ગ્રામ પંચાયતા કક્ષાઅને કેયુ બેન્‍ડ
  ૨૧૬ ગ્રામ પંચાયતોમાં આ કેયુ બેન્‍ડની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવેલ છે.

ગાંધીનગરની અર્થશાસ્‍ત્ર અને આંકડાશાસ્‍ત્ર (બ્‍યુરો) કચેરી દ્વારા નક્કી કર્યા મુજબના શહેરો/નગરોમાંથી નિયત કરેલા પ્રફોર્માં ખાદ્ય ચીજ વસ્‍તુઓના ભાવો સ્‍થાનિક બજારમાંથી જથ્‍થાબંધ તથા છૂટક વેપાર કરતા વેપારીઓ પાસેથી ભાવો દર માસે પ્રથમ શુક્રવારે અને ત્રીજા શુક્રવારે અત્રેની કચેરીએથી એકત્રિત કરવામાં આવે છે. અને કોમ્‍પ્‍યુટર ઓનલાઇનથી મેળવેલ ભાવોની ડેટાએન્‍ટ્રી કરી વડી કચેરીને મોકલી આપવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550604