મુખપૃષ્ઠશાખાઓખેતી વાડીપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

  આ જિલ્‍લો ૨૨.૯ થી ૨૩.૮ ઉત્તર અક્ષાંશ અને ૭૨.૧૫ થી ૭૩.૭૮ પૂર્વ રેખાંશ વચ્‍ચે આવેલો છે.
  આ જિલ્‍લાની ફરતે અમદાવાદ, સાબરકાંઠા, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્‍લાઓ આવેલા છે.
  ખેડા જિલ્‍લામાં કુલ-૨ (બે) પેટા વિભાગ, નડીઆદ અને કપડવંજ છે.
  નવરચિત ખેડા જિલ્‍લામાં નડીઆદ, મહુધા, મહેમદાવાદ, ખેડા, માતર, કપડવંજ પેટા વિભાગમાં કપડવંજ, કઠલાલ, બાલાસિનોર, વિરપુર અને ઠાસરા એમ બંને પેટા વિભાગોમાં પાંચ પાંચ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
  નવરચિત ખેડા જિલ્‍લાનું વડુ મથક નડીઆદ છે.
  જિલ્‍લાનું હવામાન વિષમ છે.
  ઉનાળામાં હવામાન સુકુ અને ગરમ, ચોમાસામાં ભેજવાળુ અને શિયાળામાં ઠંડુ હોય છે.
  જિલ્‍લામાં મહી, શેઢી, વાત્રક મેશ્વો, સાબરમતી, ખારી, વારાણસી, મોહર અને લુણી એમ નવ નદીઓ આવેલી છે.
  જિલ્‍લામાં જમીન મુખ્‍યત્‍વે ગોરાડુ, રેતાળ, મધ્‍યમકાળી, કયારી (કાળી) જમીનો આવેલી છે.
  આ જિલ્‍લાના મુખ્‍ય પાકમાં ડાંગર, મકાઇ, તમાકુ, ઘઉ, કપાસ અને તલ થાય છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550680