મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
વર્ષ ૨૦૦૭-૦૮ દરમ્યાન જિલ્લામાં આરોગ્ય(આઇ.ઇ.સી.), આર.સી.એચ.-૨ અન્વયે વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ. જિલ્લામાં વિવિધ માહિતી શિક્ષણ અને પ્રસારણની પ્રવૃત્તિઓને વેગ મળે અને આઇ.ઇ.સી./બી.સી.સી. અન્વયે જન સમુદાયના વર્તનમાં પરિવર્તન લાવવા માટે વિવિધ આઇ.ઇ.સી. પ્રવૃત્તિઓ કરવામાં આવેલ.
 
આરોગ્યલકક્ષી તમામ પ્રોગ્રામો જેવા કે રસીકરણ, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ, બેટી બચાવો અભિયાન મેલેરીયા નિયંત્રણ, લેપ્રસી, ટી.બી., પુરુષ નસબંધી, મમતાદિવસ, પોલિયો વિગેરે કાર્યક્રમોની લોકોમાં વિસ્તૃત જાણકારી આવે અને રાષ્ટ્રિય કાર્યક્રમોની લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી બહોળા પ્રચાર અને પ્રસાર દ્વારા આરોગ્યના ધ્યેયો હાંસલ કરવા માટે વર્ષ દરમ્યાનની વિવિધ આઇ.ઇ.સી. પ્રવૃત્તિઓ જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં આવી. આઇ.ઇ.સી.ની પ્રવૃત્તિઓ વિવિધ માધ્યમો દ્વારા જેવા કે જુથ ચર્ચા આઇ.પી.સી. ડાયરી, ભવાઇ, કઠપુતળી, પ્રેસનોટ, મીટીંગો, સેક્ટર મીટીંગો, કેબલ નેટવર્ક દ્વારા સંદેશાઓ પ્રસારીત કરવા પાસ્ટર્સ, બેનર્સ, રેલી, બ્લેક બોર્ડ, વોલ પેઇન્ટીંગ, લઘુ શિભીર, ગુરુ શિબીર, પ્રદર્શન વિગેરે દ્વારા વિવિધ આઇ.ઇ.સી. પ્રવૃત્તિઓ વડે જિલ્લાના રેઝીસટેન્ટ એરિયામાં જન સમુદાયના વર્તનમાં પરિવર્તન લાવવા સઘન પ્રયત્નો કરવામાં આવેલ. તાલુકા વાઇઝ થયેલ સાસ્કૃતિક કાર્યક્રમોની વિગતો નીચે મુજબ છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550670