મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

ખેડા જિલ્લા પંચાયત નડીઆદ અને તેના હસ્તકની વિવિધ શાખા/કચેરીઓમાં ગતિશીલતા લાવવામાં મહેકમશાખાએ જિલ્લા પંચાયતનું હાર્ટનું સ્થાન ધરાવે છે. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(મહેકમ), નાયબ ચીટનીશ(સેવા પસંદગી) સિ.કા.જુ.કા.પટાવાળા,, સહીક કુલ-૧૦ અધિકારી/કર્મચારી શાખામાં કામગીરી સંભાળી રહેલ ચે. નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી,(મહેકમ) તેમજ જીલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ શાખામાં ફાળવેલ સેવા વિષયક કામગીરી કરવામાં આવે છે.
 
જેમાં શાખાધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નાયબ ચીટનીશ, મ.તા.વિ.અ.(પંચાયત), હેડ ક્લાર્ક/ઓફીસ સુપ્રીટેન્‍ડેન્ટ, સ્ટેનો ટુ જીલ્લા વિકાસ અધિકારીશ્રી, સમાજ કલ્યાણ નિરિક્ષકશ્રી, જુ.કા., સિ.કા., ગુજરાતી અંગ્રેજી ટાઇપીસ્ટ, વિ.અ.(સહકાર), ડ્રાઇવર તથા વર્ગ-૪ ના કર્મચારીઓના મહેકમ વિષયક કામગીરી જેવી કે નિમણુંક બદલી, બઢતી, ઉચ્ચત્તર પગાર ધોરણ, ફરજ મોકુફી, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, શિક્ષા, અધિક વિકાસ કમિશ્નરશ્રી/ગુજરાત મુલ્કી સેવા ટ્રીબ્યુનલ તથા સિવિલ કોર્ટ/ફોજદારી કોર્ટ તથા હાઇકોર્ટ સમક્ષના કોર્ટ કેસો અપીલો વગેરે સેવા વિષયક કામગીરી કરવામાં આવે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550622