મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયતની આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકાર (મહેકમ) છે. આ શાખામાં નીચે મુજબની કામગીરી થાય છે.

૧. નાયબ ચીટનીશ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી(પંચાયત), હેડક્લાર્ક/ઓફીસ સુપ્રિન્ટેન્‍ડેન્ટટ, સ્ટેનો ટુ જીલ્લા વિકાસ અધિકારીશ્રી, સમાજ કલ્યાણ નિરીક્ષક, જુનીયર ક્લાર્ક, સીનીયર ક્લાર્ક, ગુજરાતી-અંગ્રેજી ટાઇપીસ્ટ, વિસ્તરણ અધિકારી(સહકાર( ડ્રાઇવર સંવર્ગ તથા વર્ગ-૪ના પટાવાળા, ચોકીદાર, વોર્ડ આયા/વોર્ડબોય, ડ્રેસર સ્વીપર સંવર્ગના મહેકમ વિષયક કામગીરી જેવી કે, બદલી, બઢતી, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, શિક્ષા વગેરે.
૨. ઉપર્યુક્ત કેડરોને લગતી તમામ અપીલો, ટ્રીબ્યુનલ મેટરો, કોર્ટ મેટરો(હાઇકોર્ટ, ડીસ્ટ્રીક્ટ કોર્ટ વગેરે)ની કામગીરી.
૩. બઢતી સમિતિ, સેવા પસંદગી સમિતિ તથા અપિપક્વ નિવૃત્તિની બેઠક બોલાવવી.
૪. ઉપર્યુક્ત તમામ કેડરની રોસ્ટરની કામગીરી
૫. ઉપર્યુ્ત તમામ કર્મચારીઓના ખાનગી અહેવાલ
૬. તથા અન્ય નીતિ વિષયક બાબતો અંગે અભિપ્રાયની ફાઇલો.
૭. શાખાધિકારીશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ શાખાના કર્મચારીઓની સેવાપોથીઓ નિભાવવી તેમાં રજા, ઇજાફા, તાલીમ, હાજર/છુટા કરવ વિગેરે બાબતની નોંધો કરવાની અને આ અધિકારીશ્રીઓ સામે કરવાની થતી શિક્ષા અંગે કસરકારશ્રીમાં દરખાસ્ત કરવાની કામગીરી.
૮. તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સામેની ખાતાકીય તપાસ અને પ્રાથમિક તપાસના પ્રકરણોની માહિતી મોકલવા બાબત તથા અધિકારીઓને લગત અન્ય માહિતી મોકલવા બાબત.
૯. વર્ગ-૧ થી ૪ ના અધિકારીશ્રી/કર્મચારીઓને વિવિધ તાલીમમાં મોકલવાની જુનીયર ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રિ.સર્વિસ તાલીમમાં મોકલવાની કામગીરી
૧૦. મહેકમ શાખાના પગાર બીલ, નાણાંકીય કામગીરી, બજેટ, શાખાના પેન્શન કેસો, સેવા પસંદગી બોર્ડ, જીલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની કામગીરી, સમિતિને સુપ્રત થયેલ સંવર્ગના કર્મચારીઓની બઢતી, લેખિત/મૌખિક ઇન્ટરવ્યુ તથા પસંદગી યાદી તૈયાર કરવી સમિતિની બેઠકો બોલાવવી, માંગણી પત્રકો બોર્ડમાં મોકલવા, રહેમરાહે આશ્રિતને નોકરીમાં લેવા અંગેની દરખાસ્તની ચકાસણીની કામગીરી, હિન્દી, ઉચ્ચ/નિમ્ન શ્રેણી, ગુજરાતી બોલચાર શ્રેણીની પરીક્ષા પંચાયત કર્મચારીઓને તેમજ રાજ્ય સરકારના કર્મચારીઓની લેવા બાબત, મહેકમ વિષયક સંકલનની કામગીરી.
 
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550656