મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ખેડા જિલ્‍લા પંચાયત નડીઆદ અને તેની હસ્‍તકની વિવિધ શાખા/કચેરીઓમાં મહેસુલ શાખા આગવું સ્‍થાન કરાવે છે. શાખાનાં વડા નાયબ જિલ્‍લા અધિકારી (મહેસુલ) ફરજો બજાવે છે. તેઓનાં તાબામાં એક નાયબ ચીટનીશ, બે જુ. કલાર્ક અને બે પટાવાળા સંવર્ગના કર્મચારીઓ ફરજ બજાવે છે. શાખામાં મુખ્‍યત્‍વે નીચે મુજબ કામગીરી થાય છે.
 
૧. જમીન મહેસુલ, શિક્ષણ ઉપકર, એલીયન રીકવરી, પોતહિસ્‍સા, બેન્‍ક રીકવરી વગેરે તમામ પ્રકારની સરકારી/પંચાયત લેણાની વસુલાત ની કામગીરી .
૨. જમીન મહેસુલ નાં વાર્ષિક હિસાબો/વહીવટી અહેવાલો તૈયાર કરવા બાબતની કામગીરી.
૩. જમીન મહેસુલ સંહિતા ની કલમ ૬પ અન્‍વયે ખેતીની જમીન બીન ખેતીમાં ફેરવવાની કામગીરી
૪. જમીન મહેસુલ સંહિતા ની કલમ ૬૬ અન્‍વયે પરવાનગી સિવાય ખેતી સિવાય નાં કામ માટે ખેતીની જમીનનો ઉપયોગ કરવા બાબત અને શિક્ષા કરવાની કામગીરી બાબત.
૫. જમીન મહેસુલ સંહિતા ની કલમ ૬૭ મુજબ, જમીન મહેસુલ સંહિતાની કલમ ૬પ અને ૬૭ મુજબ સીમા વિસ્‍તારનાં ગામો ની જમીન ખેતી સિવાયનાં ઉપયોગ સારુ લેવા માટે શરતી પરવાનગી આપવા અંગેની કામગીરી હેતુફેર કરવા અંગેની કામગીરી કરવા બાબત.
૬. કુદરતી આફત અંગે રાહત આપવા સંબંધી કામગીરી જેવી કે પુર/અતિવૃષ્‍ટિ, ભુકંપ, અછત ને લગતી કામગીરી.
૭. કોમી તોફાનો ને લગતી કામગીરી.
૮. રાષ્‍ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ આર્થિક સહાય ચુકવવા અંગેની કામગીરી.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550610