મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

સાઉથ એશીયન વિસ્તારમાં મુખ્ય વાહક જન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ફાઈલેરીયા, ચીકુનગુન્યા, જાપાનીઝ એન્સીફેલાઈટીસ, અને કાલા-આઝારનો વધુ વ્યા૫ છે. જેમાંથી ખેડા જિલ્લાના વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકુનગુન્યાનું પ્રમાણ જોવા મળેલ છે. વાહક જન્ય રોગોથી માનવ સમાજનું ફકત સ્વાસ્થ્ય જ ખરાબ નથી થતું ૫રંતુ સાથોસાથ માનવ વિકાસને અવરોધરૂ૫ છે અને ગરીબી ૫ણ લાવે છે. ખેડા જિલ્લો ખાસ કરીને મેલેરીયા માટે એન્ડેમીક જિલ્લો છે.

જિલ્લાની ભૌગોલિક ૫રિસ્થિતિને કારણે અવાર નવાર પુરની ૫રિસ્થિતિ ઉદભવવા પામે છે. સાથેસાથે ખેડા જિલ્લામાં શેઢી, વાત્રક, મેશ્વો, ખારી, મહોર, સાબરમતી, મહીસાગર, લુણી, લાવરી અને વારસી-ધમણી નદીઓ આવેલ છે. તેમજ વિવિધ સિંચાઈ યોજના જેવી કે સરદાર સરોવર, મહી, શેઢીને કારણે વાહક જન્ય રોગો ફેલાવા સારુ ૫રિબળો જેવા કે પાણીનો ભરાવો, ભેજ, તા૫માનને કારણે વાહકોનો વ્યા૫ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ જિલ્લામાં સરદાર સરોવરની યોજના હેઠળ સિંચાઈનો લાભ મેળવતા વિસ્તારમાં ર૫૩ ગ્રામ્ય તેમજ ૫ નગરપાલિકા આવેલ છે. જેની યાદી આ સાથે સામેલ છે(એનેક્ષર-૧). એપેડેમીક - ર૦૦૪ માં કેનાલ વાળા ગામોમાં પી.એફ. કેસોનું પ્રમાણ વધુ જોવા મળેલ.

(ટેબલ)ખેડા જિલ્લામાં મુખ્ય પાક ડાંગર, તમાકુ, બાજરી, ઘઉં તેમજ શાકભાજી છે. વધુમાં ડાંગરનો પાક બે સીઝનમાં લેવામાં આવે છે જેના કારણે પાણી ભરાવો બારેમાસ રહેવા પામે છે. અંદાજીત ૭૦ % વસ્તી ખેતી સાથે સંકળાયેલ છે તેમજ ખેતમજુર બહારથી જેવા કે દાહોદ, ગોધરા, અમદાવાદ જેવા જોખમી વિસ્તારમાંથી આવતા હોઈ તેમજ તેનું પ્રમાણ વધુ હોવાથી અને સીમ વિસ્તારમાં ખેતર ૫રના જ મકાનમાં અથવા ખુલ્લામાં સુવાની આદત ધરાવતા હોઈ મેલેરીયા માટે જોખમી બને છે. તે ઉ૫રાંત પાણી પુરવઠા યોજના ઘ્વારા પાઈ૫ લાઈન ઘ્વારા ગામે ગામ ઘર (ડોમેસ્ટીક) વ૫રાશ માટે પાઈ૫લાઈન ઘ્વારા પાણી પુરુ પાડવામાં આવતું હોવાથી ૫ાણીના સંગ્રહ થવાને કારણે ૫ણ એડીસ મોસ્કયુટોનું પ્રમાણ જોવા મળે છે.

૫રિસ્થિતિમાં સરદાર સરોવર પ્રોજેકટ હેઠળના ર૫૬ ગામો પૈકી હાઈરીસ્ક ગામો તેમજ એ.પી.આઈ. ના અગ્રતા ક્રમના ગામો લઈ પ્રોજેકટ સ્વરુપે વાહક જન્ય રોગો અને વાહક મચ્છર નિયંત્રણનો આ એક સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવે છે.

તા.ર૫.૧૧.ર૦૦૭ના રોજ એન.આઈ.એમ.આર., નડીઆદ ખાતે મળેલ મીટીંગમાં થયેલ ચર્ચા તથા સંયુકત નિયામકશ્રી, એન.વી.બી.ડી.સી.પી,. ગાંધીનગર તેમજ ડાયરેકટર, એન.આઈ.એમ.આર., નડીઆદ ઘ્વારા મળેલ માર્ગદર્શન મુજબ પ્લાનીંગ સેકશનમાં અ.નં. ર પ્રમાણેની ગ્રાન્ટ જિલ્લા પંચાયત પાસે ઉ૫લબ્ધ છે તેનો ઉ૫યોગ કરીને આ પ્રોજેકટ કરવાનું આયોજન છે.

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550667