મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

ખેડા જિલ્લા પંચાયતની સભાઓનું સંચાલન કરવું. તેમજ સરકારશ્રીની યોજનાકીય કામગીરીના લક્ષ્યાંકો પૂર્ણ થાય તે અંગેની કામગીરી સુપ્રત થયેલ છે. ખેડા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવાની જવાબદારી છે. તેમજ સરકારશ્રી/જિલ્લા પંચાયતના વેરા વસુલાત ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવાની જવાબદારી છે. ગામોમાં દબાણ દુર કરાવવાની કામગીરી સુપ્રત થયેલ છે.

તેમજ શાખાના કર્મચારીઓની સેવા વિષયક કામગીરી સુપ્રત થયેલ છે. તેમજ ગુજરાત પંચાયત અધિનિયમ સેવા શિસ્ત નિયમો-૧૯૯૭ થી થયેલ જોગવાઇ મુજબ તલાટી કમ મંત્રીની નિમણુંક બદલી વર્તણુંક શિક્ષા, સરપંચશ્રી સામે પંચાયત ધારાની કલમ ૫૭/૫૯ હેઠળ પગલા લેવા ફાઇલ રજુ કરવા, ખારીકટ કેનાલ અંગે ગ્રાન્ટ ફાળવણી તથા તેના કામો કરાવવા, પંચવટી યોજનાની કામગીરી, તીર્થગામ યોજના અમલીકરણ બાબત, સમરસ ગ્રામ પંચાયત યોજના, ગ્રામસભા બોલાવવા તથા કમિશ્નરશ્રીને વિગતો મોકલવા, જિલ્લા વિકાસ નિધિ, જિલ્લા સરકારી નિધિ, જિલ્લા ઉત્તેજક નિધિ, રાજ્ય સમકારી નિધિ, ધાર્મિક મેળા ભરવા મંજુરી આપવા, ગ્રામ પંચાયત ઓક્ટ્રોય ગ્રાન્ટ ફાળવણી વિગેરે.

૧. ગ્રામ પંચાયતો, સરપંચો, ઉપસરપંચો, સભ્યો સામેની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરવો.
૨. ગ્રામ પંચાયતોને લોન આપવાની કામગીરી.
૩. પંચાયતના ઠરાવો સામે અપીલ અંગેની કામગીરી.
૪. ગ્રામ પંચાયતના વિભાજન અંગેની કામગીરી.

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550649