મુખપૃષ્ઠશાખાઓપશુપાલનશાખાની કામગીરી

શાખાની કામગીરી

૧. પશુપાલન શાખા, ખેડા જિલ્‍લા પંચાયત, નડીયાદ હસ્‍તકના ૧૨ પશુદવાખાના તથા ૨૩ પશુસારવાર કેન્‍દ્રો મુજબની પશુ સારવાર સંસ્‍થાઓ દ્વારા ૦ પશુઓને અંદરના દર્દી તરીકે, ૧૯૩૨૫ પશુઓને બહારના દર્દી તરીકે અને ૨૨૨૮૮ પશુઓને પ્રવાસ દરમ્‍યાન સારવાર આપવામાં આવેલ હતી. તથા વર્ષ ૦૭-૦૮ દરમ્‍યાન ૧૭૦૪૮ પશુઓને દવા પુરી પાડવામાં આવી હતી. આમ વર્ષ દરમ્‍યાન કુલ ૬૧૨૦૬ પશુઓને સારવાર પુરી પાડવામાં આવેલ હતી.
   
૨. વર્ષ ૦૭-૦૮ દરમ્‍યાન કુલ ૨૭૫૮૮૯ પશુઓને ગળસુંઢા રોગ વિરોધી રસી અને ૧૭૦૫૦૧ પશુઓને ખરવા મોવાસા રોગ વિરોધી રસી તથા ૫૫ પશુઓને હડકવા રોગ વિરોધી રસી મુકવામાં આવેલ હતી. જેના કારણે વર્ષ દરમ્‍યાન ખેડા જિલ્‍લા માં કોઇ મોટો રોગચાળો જોવા મળેલ નથી. આમ વર્ષ દરમ્‍યાન કુલ રસીકરણ ૪૪૩૪૧૫ થયેલ છે.
   
૩. ખસીકરણ
  ખેડા જિલ્‍લામાં વર્ષ ૦૭-૦૮ દરમ્‍યાન ૪૮૫૦ નર વાછરડાને ખસી કરવામાં આવેલ હતી.
   
૪. લેબોરેટરી નમુના
  વર્ષ ૦૭-૦૮ દરમ્‍યાન ખેડા જિલ્‍લામાં પશુસારવાર સંસ્‍થાઓ ધ્વારા તથા ખાતાની મોબાઇલ લેબોરેટરી દ્વારા કુલ ૨૫૨૫ નમુનાની તપાસ રોગ નિદાન કરી બિમાર જાનવરોને સારવાર પુરી પાડવામાં આવેલ છે.
   
૫. પોસ્‍ટ મોર્ટમ
  પશુમરણના કારણો જાણવાના હેતુસર જિલ્‍લાના પશુચિકિત્‍સા અધિકારીઓ દ્વારા કુલ ૧૫૩૫ પશુઓના પોસ્‍ટ મોર્ટમ કરવામાં આવેલ હતા. જેમાં ૧૪૭૫ પશુઓના નિદાન તથા ૬૦ પશુઓના કાનુની કારણોસર પોસ્‍ટ મોર્ટમ કરવામાં આવેલ હતા.
   
૬. બળિયા રોગ સંશોધન કાર્યક્રમ
  પશુઓમાં થતા બળિયા રોગના શોધખોળ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૦૭-૦૮ દરમ્‍યાન પશુચિકિત્‍સા અધિકારીશ્રીઓ દ્વારા કુલ ૧૧૯૬ ગામોમાં શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં બળિયા રોગના ચિન્‍હો ધરાવતું એક પણ જાનવર જોવા મળેલ ન હતું.
   
 
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550603