મુખપૃષ્ઠશાખાઓ | સમાજ કલ્‍યાણ શાખાની કામગીરી

શાખાની કામગીરી

૧. પૂર્વ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ માટે શિષ્‍યવૃતિ :-
પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ થી ૮ માં અભ્‍યાસ કરતાં અનુ.જાતિના વિદ્યાર્થીઓને રૂ. રપ0/- ધોરણ- ૯ થી ૧૦ માં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ. ૪૦૦/- શિષ્‍યવૃતિ આપવાની યોજના અમલમાં છે. આવક મર્યાદા નથી.
૨. અસ્‍વચ્‍છ વ્‍યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને પૂર્વ એસ.એસ.સી. શિષ્‍યવૃતિ :-
ધોરણ-૧ થી ૧૦ માં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થી જેઓના વાલીઓ અસ્‍વચ્‍છ વ્‍યવસાય કરતા હોય તેવા ડેસ્‍કોલર વિદ્યાર્થીઓને માસિક રૂ.૧૧૦/- લેખે અને રૂ.૭૫૦/- એડહોક તથા ધોરણ-૩ થી ૧૦ ના હોસ્‍ટેલર વિદ્યાર્થીઓને માસિક રૂ.૭૦૦/- લેખે અને રૂ.૧000/- એડહોક શિષ્‍યવૃતિ આપવાની યોજના અમલમાં છે. આવક મર્યાદા નથી.
૩. વંદનીય સંતશ્રી વાસીયા દાદા ખાસ પોત્‍સાહક શિષ્‍યવૃતિ યોજના :-
પ્રાથમિક શાળામાં ધોરણ-૧ થી ૮ માં અભ્‍યાસ કરતી અનુ જાતિ પૈકી અતિ પછાત જાતિના વિદ્યાર્થીઓને રૂ.૭૫0/- અને ધોરણ-૯ થી ૧૦ માં રૂ.૧000/- ખાસ પ્રોત્‍સાહક શિષ્‍યવૃતિ યોજના અમલમાં છે. આવક મર્યાદા નથી.
૪. બે જોડી ગણવેશ માટે સહાય :-
ધોરણ-૧ થી ૮ ના બાળકોને રૂ.૩00/-ની મર્યાદામાં ગણવેશ સહાય ગ્રાન્‍ટ વિસ્‍તારમાં રૂ.૨૭,000/- અને શહેરી વિસ્‍તારોમાં રૂ. ૩૬,000/- ની આવક મર્યાદા.
૫. સરસ્‍વતિ સાધના યોજના હેઠળ સાયકલ આપવાની યોજના :-
ધોરણ-૮ માં અભ્‍યાસ કરતી અને પોતાના રહેઠાણથી શાળાનું અંતર ગ્રામ્‍ય વિસ્‍તારમાં અઢી કિલો મીટર અને શહેરી વિસ્‍તારમાં ૩ કિ.મી.થી વધુ હોય તેવી અનુ.જાતિની કન્‍યાને મફત સાયકલ આપવામાં આવે છે. આ માટે આવક મર્યાદા ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ.૨૭,000/- અને શહેરી વિસ્‍તારોમાં રૂ.૩૬,000/-છે.
૬. સુબેદાર રામજી આંબેડકર છાત્રાલય :-
સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ ઘ્‍વારા ચાલતી હોસ્‍ટેલોને વિદ્યાર્થીઓ માટે ભોજન ખર્ચ, કર્મચારી માટે વેતન ગ્રાન્‍ટ અને મકાન ભાડા ગ્રાન્‍ટ.
૭. વધારાના શિક્ષણ કેન્‍દ્રો :-
ગ્રાન્‍ટ ઈન એઈડ છાત્રાલયમાં રહેતાં ધોરણ-૮ થી ૧0 ના વિદ્યાર્થીઓને અંગ્નેજી, ગણિત અને વિજ્ઞાન વિષયના ટયુશન માટે વિષય દિઠ રૂ.300/-પ્રમાણે (માસિક)
૮. મફત તબીબી સહાય :-
(૧) એચ.આઈ.વી.એઈડઝ ગ્રસ્‍ત દર્દીને માસિક રૂ.પ00/- રોગ મટે ત્‍યાં સુધી સહાય આપવામાં આવે છે.
(૨) તીવ્ર પાંડુરોગ રૂ.૧૫0/-
(૩) ગંભીર પ્રસુતિના રોગો માટે કેસ દીઠ રૂ.પ00/-
(૪) ટી.બી.માટે માસિક રૂ.પ00/-દર્દ મટે ત્‍યા સુધી
(૫) કેન્‍સર માટે માસિક રૂ.૧000/-દર્દ મટે ત્‍યા સુધી
(૬) રકતપીત માટે માસિક રૂ.૮00/-દર્દ મટે ત્‍યા સુધી
આવક મર્યાદા ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ. ૨૭,000/- અને શહેરી વિસ્‍તારોમાં રૂ.૩૬,000/-સુધી
૯. ર્ડા.આંબેડકર આવાસ યોજના :-
શહેરી વિસ્‍તારમાં અનુ.જાતિના ઈસોમોને મકાન બાંધકામ માટે રૂ.૪૫,000/-સહાય જયારે ગ્રામ્‍ય વિસ્‍તારમાં બી.પી.એલ.ની યાદીમાં ૧૭ થી ૨૦ નો સ્‍કોર ધરાવતાં અનુ જાતિના ઈસમોને આવાસ માટે સહાય આપવામાં આવે છે.
આવક મર્યાદા ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ.૨૭,000/- અને શહેરી વિસ્‍તારોમાં રૂ.૩૬,000/- સુધી
૧0. કુંવરબાઈ મામેરૂ અનુ. જાતિની કન્‍યાના લગ્ન પ્રસંગે સહાય આપવાની યોજના :-
રૂ.૧0,000/- કન્‍યાને રોકડમાં સહાય આવક મર્યાદા ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ.૨૭,000/- અને શહેરી વિસ્‍તારોમાં રૂ. ૩૬,000/- સુધી
૧૧. માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહલગ્ન યોજના :-
ગરીબી રેખા હેઠળ જીવતા અનુ.જાતિના ઓછામાં ઓછા ૧૦ યુગલો સમૂહ લગ્નમાં ભાગ લેનાર પ્રત્‍યેક અનુ.જાતિની દરેક કન્‍યાને રૂ.૧0,000/- ની સહાય કન્‍યાના નામે ચુકવવામાં આવશે આયોજન કરનાર સંસ્‍થાને યુગલ દીઠ રૂ.૨000/- લેખે પ્રત્‍સાહન પેટે આપવામાં આવે છે.ઓછામાં ઓછા ૧૦ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયેલા હોવા જોઈએ. કન્‍યાના માતા-પિતાની વાલીની આવક મર્યાદા ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ. ૨૭,000/- અને શહેરી વિસ્‍તારોમાં રૂ. ૩૬,000/- થી વધુ ન હોવી જોઈએ.
૧૨. ખેતીની જમીન ખરીદવા માટે પછાત વર્ગના ખેડૂતોને નાણાંકીય સહાય :-
કુલ ખર્ચના પ0% અથવા એકર દીઠ રૂ.૧,00,000/- વધુમા વધુ ૨ એકર સુધી રૂ.૨,00,000/- આવક મર્યાદા રૂ. ૧,00,000/- આ યોજનાનો લાભ લેવા માટે જે વ્‍યકિતએ જમીન ખરીદેલ હોય તેણે જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
૧૩. સત્‍યવાદી રાજા હરીશચંન્‍દ્ર મરણોતર સહાય ( અંત્‍યેષ્ઠી સહાય) :- અનુ.જાતિના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના કુટુંબની વ્‍યકિતના મરણ પ્રસંગે રૂ.રપ00/- ની નાણાંકીય સહાય આપવામાં આવે છે. આવક મર્યાદા ગ્રામ્‍ય વિસ્‍તારમાં રૂ.૨૭,000/- અને શહેરી વિસ્‍તારોમાં રૂ.૩૬,000/- સુધી.

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550704