મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

૧. બાળ મૃત્યુદર ધટાડવો,માતા મૃત્યુદર ધટાડવો, સામાજીક અને શૈક્ષણિક તેમજ આરોગ્ય દરજજો સુધારવો, ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભા,ધાત્રી માતાઓ, કિશોરીઓ ૧૧ થી ૧૯ વર્ષ ને પુરક પોષણ આપવું, સંદર્ભ સેવા, આરોગ્ય તપાસ, સારવાર, ૦ થી ૬ વર્ષ ના બાળકો, સગર્ભા માતા/કિશોરીઓને રસીકરણ, ૩ થી ૬ વર્ષ ના બાળકોને અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ, ૧૫ થી ૪૫ વયની મહિલાઓને આરોગ્ય પોષણ શિક્ષણ, જેન્ડર ની સમાનતા માટે ના પ્રયત્નો વિવિધ સપ્તાહ, શીબીર, તાલીમ, સંમેલનો ના માધ્યમથી હાથ ધરવા, વિશ્વ સ્તનપાન સપ્તાહ, રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, વિશ્વ આરોગ્ય દિવસ, વિશ્વ અન્ન દિવસ, બાળ દિન ની ઉજવણી હાથ ધરી તેના માધ્યમ દ્વારાં કાર્યક્રમ વિશેની જાણકારી , હેતુ, ફાયદા , ગેરફાયદા વિ. બાબતે વિસ્તૃત જાણકારી પુરી પાડવી.
૨. ગરીબી રેખા હેઠળના કુટુંબમાં તા.૧૫/૦૮/૧૯૯૭ બાદ જન્મેલ બે બાલિકાને જન્મ સમયના તથા શિષ્યવ્રુતિ ની રકમ વ્યાજ સહિત બાલિકા અઢાર વર્ષ પુરા કરે ત્યારે ચુકવવાના.
૩. ૧૧ થી ૧૯ વર્ષની કિશોરીઓને પોષણ, આરોગ્ય તપાસ, સારવાર, એનેમીયા કન્ટ્રોલ પ્રોગ્રામ હેઠળ આર્યન ફોલીક એસીડ ટેબલેટ નું વિતરણ તેમજ આરોગ્ય પોષણ શિક્ષણ, ગૃહઉઘોગ તાલીમ આપી પગભર કરવા માટેના પ્રયાસો હાથ ધરવા.

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550677