મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

  ખેડા જિલ્લા શિક્ષણ સમિતિ, નડીઆદ, હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં જિલ્લા કક્ષાની વિદ્યાસહાયક પસંદગી સમિતિ દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જરૂરી શિક્ષકોની નિમણુંક કરવી. શિક્ષકો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવી. જરૂરીયાતવાળા ગામોમાં નવી પ્રાથમિક શાળાઓ શરૂ કરવી અને ફરજીયાત પ્રસ્થાપિત ન થતી હોય તેવી પ્રાથમિક શાળાઓ બંધ કરવા અંગે કાર્યવાહી કરવી.
  શિક્ષકો/વિદ્યાસહાયકોની કેમ્પ દ્વારા બદલી સમિતિની રચના કરી નિયમોનુસાર બદલીઓ કરવી.
  પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અંગેના જિલ્લાના વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવા.
  મદદનીશ કેળવણી નિરીક્ષકોની નિમણુંક તેમજ બદલીઓ કરવા અંગે રાજ્ય સરકારના નિયમોને આધીન રહી કાર્યવાહી કરવી.
  પ્રાથમિક શાળાઓમાં વહીવટી તેમજ શૈક્ષણિક કામગીરી માટે તાલુકા કેળવણી નિરીક્ષકો તેમજ બીટ નિરીક્ષકોને બીટ મુજબ ફાળવણી કરી. શૈક્ષણિક કાર્યની ચકાસણી, માર્ગદર્શન અંગે અમલ કરાવવો.
  તાલુકા કેળવણી નિરીક્ષકો દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓનુ શૈક્ષણિક નિરીક્ષણ, શાળાના કર્મચારીઓની નિયમિતતા, ગેરહાજરી અંગે ચકાસણી કરાવવી તેમજ શાળાને લગત સુવિધાઓ પુરી પાડવી તેમજ સરકારશ્રી વખતો વખત બહાર પાડવામાં આવતા ઠરાવો, પરિપત્રોનો જિલ્લા કક્ષાએથી અમલ કરાવવો.
  જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક માટે એજન્ડા તૈયાર કરવો અને અધ્યક્ષ સમક્ષ રજુ કરવો . જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક બોલાવવી અને બેઠકમાં સચિવ તરીકેની ફરજો બજાવવી. શૈક્ષણિક અને શિક્ષણપૂરક પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને અમલ કરાવવો.
  જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક બોલાવવી અને બેઠકમાં સચિવ તરીકેની ફરજો બજાવવી.
  વિજ્ઞાન ગણિત પ્રદર્શન
  એવોર્ડ ટુ સ્કુલ
  વાંચન લેખન-ગણન કાર્યક્રમ
  પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા
  જિલ્લા કક્ષા/તાલુકા કક્ષાનો વિજ્ઞાનમેળો.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550625