પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેઇતિહાસ

ઇતિહાસ

 
બાલાસિનોર તાલુકો ખેડા જિલ્લાની ઉતર દિશાએ આવેલ છે. તેની એક તરફ સાબરકાઠા ઓ બીજી તરફ પંચમહાલ જિલ્લો આવેલો છે.પુર્વમાં મહિસાગાર પોતાના નીર આ તાલુકાને પાવન કરતી પસાર થાય છે. તાલુકાનો કુલ ભોૈગલિક વિસ્તાર ૩પ૬૩૯-૩૩-૮૪ ધરાવે છે. બાલાસિનોર તાલુકાની કુલ વસ્તી ર૦૦૧ મુંજબ ૧૩૦૧૮૮ છે. બાલાસિનોર તાલુકાના કુલ રેવન્યું વિલેજ પ્રમાણે ૪૬ ગામો ધરાવે છે. ગ્રામ પંચાયતો કુલ ૪૦ છે. (ચાલીસ) છે.પ્રા. આકેન્દ્ર ૩ ધરાવે છે. બાલાસિનોર તાલુકા માં છેલ્લા પાચ વર્ષમાં તમામ ગામોને વિકાસના કામોને લાભ મળે છે.

ઈતિહાસની વાત કરતા હોય ત્યારે શિક્ષણએ ખુબજ પાયા રૂપ છે. તે ક્ષેત્રમાં પણ આ તાલુકો અગ્રરશીલ છે. કુલ ૧૩૪ પ્રા. શા.ઓમા કુલ ર૦૦૩૮ ભુલકાઓ કફત શિક્ષણ મેળવી રહયા છે. આ સાથે સાથે મફત પઠયપુસ્તકો અને શિષ્યવળતિ સહ પોતાનુ ભાવી ઉજવળ કરી રહયા છે.

ઈતિહાસની આ યાત્રા કે એટલેથી અટકે તેમ નથી પરંતુ વિકાસની વાત આવે ત્યારે બાલાસિનોર તાલુકાનો અત્યાર સુધિમાં ગણા જુના વર્ષોથી નામ પ્રચલીત કરવામાં આછે. બાલાસિનોર તાલુકો જૂના કાળથી વસેલું છે તે સમયે વાડાસિનોરના નામે પ્રચલિત હતું. પ્રાચીન અનુમૈત્રિક યુગના નકશા જોતાં, તથા જૂના લશ્કરના માર્ગો જોતાં વાડાસિનોર શબ્દ જડે છે. તામ્રપત્રોમાં પણવાડાસિનોર શબ્દ છે. ગુજરાતના મુખ્ય વ્યાપારી શહેરોમાં લશ્કરોની અવરજવરમાં તે પણ ગણનામાં હતું, આથી આ પણ એક મોખરાનું સ્થાન ધરાવતું હતું.

સર્વે વેપારી માર્ગોના સામાન્ય રીતે મીલન સ્થાન તરીકે બાલાસિનોર અગત્યનું સ્થાન હતું. જુની વાતો કહી જાય છે કે બાલાસિનોર સાહસિક વેપારી શ્રેષ્ઠીઓના થાણાં બ્રહમદેશ,સીઆમ અને મોરીશીયસ જેવા દૂર સુદૂરના પ્રદેશોમાં હતાં. ૧૪મા સૈકામાં મળી આવતા ઉસ-સાજીખાર-ચુનો મહુડાને લીધે સાબુ બનાવવામાં આવતો હતો અને આ સફેદ થવાથી સૈકાઓથી પ્રસિઘ્ધિ પામેલ હતો. થોડા સમય બાદ કાચને તૈયાર કરી તેમાંથી અન્ય બનાવટો બનાવતાં. તેની પણ પ્રસિઘ્ધિ મેળવેલ હતી. હજુ આ ઉધોગ આભલારૂપે વિધમાન છે.

બે એક સદીથી કાચના ઉધોગે બાલાસિનોર અનુપમ નામના આપેલ છે. બાલાસિનોર બંગડીઓ એક સમય પૂર્વ જર્મની,ઝેકોસ્લોવેકીયા, બેલ્જીયમને જાપાનના માલ કરતાં સારી ગણાતી. હાલમાં આ કારખાના છે.