પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્તાવના

 
આઈ.સી.ડી.એસ. યોજનાની સને ૧૯૭પ માં ગુજરાતના ટ્રાયબલ વિસ્તારોમાં શરૂઆત થયેલ. માનવ શકિતનો વિકાસ એ દેશના વિકાસ માટેનું અગત્યનું પરીબળ છે. વ્યકિતના શારીરિક તેમજ માનસિક વિકાસનો પાયો બાલ્યાવસ્થામાં જ રોપાય છે. જો સમાજના ગરીબ અને નીચલા વર્ગના લોકોના બાળકોને આરોગ્ય અને પોષણ અને શૈક્ષણિક યોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવે તો બાળમળત્યું, શારીરિક ખોડ ખાંપણો, કુપોષણ, અપૂરતો માનસિક વિકાસ તેમજ શાળામાં અભ્યાસની રૂકાવટ અટકાવવામાં સરળતા મળે છે. દેશના આર્થિક, સામાજિક તથા સર્વાંગી વિકાસ માટે ગણનાપાત્ર ફાળો માનવ શકિતના વિકાસની પ્રવૃતિઓ દ્વારા આપી શકાય છે.

શાળા પૂર્વીય બાળકોને પૂરક પોષણ, રોગપ્રતિકારક રસીઓ સંદર્ભ નિષ્ણાત સેવાઓ સાથેની આરોગ્ય સંભાળ માતાઓ ને પોષણ / આરોગ્ય શિક્ષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, મનોરંજન, કુટુંબ કલ્યાણ, પીવાના ચોખ્ખા આરોગ્યપ્રદ પાણીની સેવાઓ તેમજ યોજનાને સહાયરૂપ થતા એવા સરકારના વિવિધ પાસાઓનું સંકલન કરી સંકલિત બાળ વિકાસ સેવા યોજનાનું અમલીકરણ કર્યુ.