પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્તાવના

 
અત્રેના કઠલાલ તાલુકો પંચાયત દ્વારા વિકાસ શાખામાં સરકારશ્રીના આયોજન મંડળ દ્વારા ૧૫ ટકા વિવે., ૫ ટકા પ્રોત્સહક, ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ, સંસદ સભ્યશ્રીની ગ્રાન્‍ટ અને રાજય સભાના સભ્યશ્રીની ગ્રાન્‍ટ, તેમજ સ્વભંડોળની ગ્રાન્‍ટ હેઠળના વિવિધ કામ હાથ ધરવામાં આવે છે.બક્ષીપંચ, સમાજ કલ્યાણ ગ્રાન્ટ હેઠળના વિકાસ ના કામો હાથ ધરવામાં આવે છે. સરકારશ્રીના નાણાપંચ ગ્રાન્‍ટ હેઠળ પાણી, ગામના આંતરિક રસ્તાઓ, ગટર, વિજળીકરણ, શિક્ષણ ને લગતા વિકાસના કામો હાથ ધરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા પંચાયત ઘર તલાટી કમ મંત્રીશ્રી આવાસ, પંચાયતના વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા કઠલાલ તાલુકા ના લસુન્દા, ફાગવેલ પ્રવાસન સ્થળો મંજુર થયેલ છે. જેમા સરકારશ્રી દ્વારા વિવિધ પ્રકારના વિકાસ ના કામો હાથ ધરવામાં આવે છે.