પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષે

તાલુકા વિષે

 
કઠલાલ તાલુકો તાઃ૧૮/૫/૨૦૦૦ થી નવસર્જિત રચના થયેલ છે. જેમાં કુલ ૫૯ રેવન્યુ ગામો ૫૧ ગ્રામ પંચાયત તેમજ ૧ નગર સેવા સદન ધરાવે છે.
આ તાલુકો રાષ્ટ્રીય ધોરી માર્ગ ૫૯ની સમાંતર પૂર્વ પશ્ચિમ લંબાઇએ પથરાયેલ છે.
તાલુકાનું કુલ ક્ષેત્રફળ ૩૩૭.૯૩ ચો.કિ.મી. માં પથરાયેલ છે.
તાલુકામાં સને ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ કુલ ૧,૮૧,૫૧૧ ની વસ્તી છે. જે પૈકી ૯૩,૭૧૮ પુરૂષો અને ૮૭,૫૯૩ સ્ત્રીઓની વસ્તી છે.
તાલુકામાં સાક્ષરતા દર પુરૂષ ૮૭.૭૫ ટકા અને સ્ત્રી ૫૨.૯૮ ટકા છે. સમગ્ર તાલુકામાં ૭૦.૮૬ ટકા સાક્ષરતા થયેલ છે.
તાલુકાનો વિસ્તાર જોતાં મોટા ભાગનો વિસ્તાર ગ્રામ્યમાં પથારાયેલ છે. મુખ્ય ધંધો ખેતીનો છે.
તાલુકામાંથી વાત્રક, મહોર, લુણી નદી પસાર થાય છે.
તાલુકામાં ફાગવેલ ગામે વિર ભાથીજી મહારાજનું મંદિર, ખાખરીયા વનમાં વિર ભાથીજી મહારાજની અમર ભૂમિ આવેલ છે. આ સ્થળે દિવાળી તથા દેવ દિવાળીએ મોટો મેળો ભરાય છે. જેમાં કપડવંજ, કઠલાલ, ઠાસરા, બાલાશિનોર, વિરપુર તથા પંચમહાલ અને દૂર દૂરના સ્થળોએથી લોકો આ મેળાનો લાભ લે છે.
પીઠાઇ ગામે પીઠેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે. જેમાં ભાદરવા માસની સુદ આઠમના રોજ ધરો આઠમનો મેળો ભરાય છે.
લસુન્દ્રા ગામે ગરમ ઠંડા પાણીના ઝરા આવેલ છે. જેમાં લોકો સ્નાન કરી ધન્યતા અનુભવે છે. આ સ્થળને સરકારશ્રીના પ્રવાસન વર્ષ ૨૦૦૬-૦૭ હેઠળ આવરી લઇ કુંડ ઉપર પંચવટી, પે એન્ડ યુઝ ટોયલેટ પીવાના પાણીની પરબ, વન નક્ષત્ર, પાર્કીગ પ્લોટ બાળકોને રમવા માટેના રમત ગમતના સાધનોનું ક્રિડાંગણ બનાવવામાં આવેલ છે.