પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
કપડવંજ તાલુકો આર્થિક પછાત બક્ષીપંચની મુખ્ય વસ્તી ધરાવતો તાલુકો છે. કપડવંજ નગરી લેખકો, કવીઓ, સાક્ષરોની ભૂમિ તરીકે જાણીતી છે. કપડવંજ તાલુકામાં શિક્ષણનું પ્રમાણ સમગ્ર રીતે બીજા તાલુકાની સરખામણીમાં અંદાજે ૭પ ટકા જેટલું છે. સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ અને પુરૂષોનું સાક્ષરતાનું પ્રમાણ ઘણું જ ઓછું છે. તાલુકાની ભૌગોલિક રચના વિશાળ હોય પ્રા.શિક્ષણ કન્યા કેળવણી મહોત્સવ ર૦૦૮-૦૯ ના આયોજન કરી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ર૦૧૦ સુધીમાં ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને ગુણવત્તાસભર જીવન ઉપયોગી શિક્ષણ મેળવે તેવું આયોજન કરવામાં આવેલ છે. અને અમલીકરણની દિશામાં તાલુકા વિકાસ અધિકારશ્રી કપડવંજ, નિરીક્ષક અધિકારી/બી.આર.સી. કો.ઓર્ડિનેટર કપડવંજ પ્રતિબઘ્ધ બન્યા છે.