પંચાયત વિભાગ
મુખપૃષ્ઠજિલ્લા વિષેઇતિહાસ

ઇતિહાસ

 
સાક્ષર ભુમિ નડીઆદનું હાર્દ સંતરામ મંદિર વર્ષો જુનુ નડીઆદ શહેરની મઘ્યમાં આવેલું છે. સ્વાતંછ સંગ્રામના લડવૈયા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મ સ્થળ નડીઆદ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વાતંછ સંગ્રામના સમયે નડીઆદ આવેલા હતા.
નડીઆદ શહેર ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે. નડીઆદમાં માન.કલેકટર સાહેબ, માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, માન. જિલ્લા પોલીસ અધિક્ષક સહિતની મોટા ભાગની સરકારી કચેરીઓ આવેલી છે. નડીઆદ રેલ્વે સ્ટેશન તથા એસ.ટી. બસ સ્ટેન્ડની સવલત ધરાવે છે. જેના મારફતે ગુજરાત રાજય તથા ભારતના અન્ય રાજયોમાં લોકો સહેલાઈથી અવર જવર કરી શકે છે. નડીઆદમાં ઉચ્ચ શિક્ષણ માટે શાળાઓ અને કોલેજો આવેલી છે. તથા ધર્મસિંહ દેસાઈ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીની સ્વનિર્ભર કોલેજ આવેલી છે. જેમાં ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો ચાલે છે. કોલેજ શિક્ષણક્ષેત્રે પ્રખ્યાત હોવાથી દુર દુરના વિઘાર્થીઓ ભણવા માટે નડીઆદ આવે છે.