પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેઇતિહાસ

ઇતિહાસ

જેમ દરેક યુવાનને પોતાના શૈશવના સંસ્મરણો વાગોળવા ગમે છે, તેમ દરેક સ્થળને પોતાના ભાતીગળ ભુતકાળનું ગૌરવ હોય છે. અને આ ભુતકાળ એટલે કે ઈતિહાસમાંથી ધણુ બધુ શિખવાનું હોય છે. આપણે ઈતિહાસને બદલી શકતા નથી. પરંતું તેની પરંપરાઓ અને સંસ્કળતિને આજના સંદર્ભમાં સાચવી રાખીએ તો પણ ધણું છે.

ઠાસરા જુના સમયથી વસેલું એક નાનકડું ગામ જે આજે નગર બની ગયુ છે. ઈતિહાસ સાક્ષી છે કે, ઠાવરા નામના રબારીએ વસાવેલું આ ગામ તેના નામ પરથી ઠાવરા અને અપ્રભંશ થઈને ઠાસરા તરીકે ઓળખાયું. મુળ વસતિમાં રબારી ઉપરાંત ક્ષત્રિય, પટેલ, નાગર વણિકો અને મુસ્લીમો એમ વૈવિઘ્ય સભર પ્રજાઓથી ગામ સમળઘ્ધ બનેલું. અને નગરની સમળઘ્ધિ જોતા ગોધરા, રતનપુર, કાંટડી અને અન્ય જગ્યાએથી વણિક વેપારીઓ પણ ધંધાર્થે અત્રે આવેલા અને નગરની સમળઘ્ધિને વધારવા માટે સિંહ ફાળો આપેલો. અગાઉ આ ગામ સોનીપુર ઠાકોરની હકુમતમાં આવતું હતું.

અંગ્રેજોના સમયથી જ આ ગામ આણંદ - ગોધરા - દાહોદ અને મઘ્યપ્રદેશ જવાના મુખ્ય માર્ગ ઉપર હોવાથી રેલ અને સડક રસ્તાથી જોડાઈ ગયું. અને આજુ બાજુના વિસ્તાર માટે વેપારનું મથક બની ગયુ. જેના કારણે કોટન એન્ડ જીનીંગ, રાઈસ મીલ જેવા અનેક ઔઘ્યોગીક એકમો જે તે સમયે અસ્તિત્વમાં આવ્યા. સમયની સાથેસાથે અહિયા સહકારી પ્રવળતિનો અને શૈક્ષણિક પ્રવળતિનો ખુબજ વિકાસ થયો. જેની સાક્ષી પુરતા સંકુલો જેવા કે, પીપલ્સ કો.ઓ.બેંક, જુથ સેવા સહકારી મંડળી, ખરીદ-વેચાણ સંધ, નાગરીક સોસાયટી જેવા સહકારી સંકુલો અને સને ૧૯૩ર થી જેની સ્થાપના થયેલ છે તેવી ધી. જે.એમ.દેસાઈ હાઈસ્કુલ જેવા શૈક્ષણિક સંકુલોનો વિકાસ થયો. નોંધપાત્ર વાત એ છે કે, ખેડા જીલ્લામાં અન્ય જગ્યાએ સહકારી પ્રવળતિઓમાં અનેક પ્રશ્નો ઉભા થવાને કારણે ધણી સંસ્થાઓ મળતઃપાય અથવા નષ્ટ થઈ ગઈ. પરંતુ, ઠાસરા નગરની સારી સહકારી પરંપરાની ભાવનાને કારણે સહકારી સંસ્થાઓ આજેય અડીખમ ઉભી છે.

 
આગળ જુઓ