પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

સહકારી પ્રવુતિએ તાલુકાની જનતા માટે જીવંત જીવાદોરી સમાન છં. તેમાય સહકારીક્ષેત્રે ચાલતી દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ એ તો મરતામાં જીવપુરી જીવતદાન આપ્યા સમાન છે. મુખ્ય વ્યવસાય ખેતીનો હોવા છતાં ખેતીને બદલે પુરક વ્યવસાય પશુપાલન એ મુખ્ય વ્યવસાયનું સ્થાન અગ્રસ્થાને મેળવેલ છે. જેમાં ગામમાં આવેલી દુધ મંડળીએ રાષ્ટ્રીય અને સહકારી બેંકો કરતા પણ અગત્યનું અને મહત્વનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. રાષ્ટ્રીય અને સહકારી બેંકો તેના સમયે ખુલે અને બંધ થાય છેં જયારે ગામની દુધ ઉત્પાદક સહકારી મંડળી ચોવીસ કલાક ખુલ્લી રહેતી અને ગ્રાહકોને તમામ પ્રકારની જરૂરીયાતની સેવા પુરી પાડતી સંસ્થા છે.