પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષે ઇતિહાસ

ઇતિહાસ

 
ઈતિહાસમાં સમયાંતરે વિરપુર નગર અલગ અલગ નામોથી અસ્તિત્વ ધરાવતુ હતું હાલમાં ખેડા જિલ્લામાં ઉત્તર પૂર્વ ભાગમાં ખેડા સાબરકાંઠા અને પંચમહાલના ત્રીભેટે આવેલ આ નગર ચારે બાજુ નાની મોટી ટેકરીઓ અને વૈનગંગા અને પેનગંગા નદીઓથી ધેરાએલુ છે. સોલંકી યુગમાં અને તે પહેલાં આ નગર ધવલપુરી નગરી તરીકે પ્રખ્યાત હતું નગરથી આસરે દોઢ કી.મી. દુર ઉત્તર પૂર્વમાં ધવલેશ્વર (ધોળેશ્વર) મહાદેવની સાક્ષી પુરે છે.

સોલંકી યુગમાં કંસારા જૈન તથા ઈતર સવર્ણ જ્ઞાતિઓ આ નગરીમાં વધુ હતી. શામળાજીની પ્રાચીન વાવમાં ઉતરતા ડાબી બાજુનો એક શિલાલેખ આ હકીકતની શાક્ષી પુરે છે. સોલંકી કાળ પછી ગુજરાતમાં રાજકીય અસ્થિરતા સર્જાઈ જેના એક ભાગ રૂપે ધવલપુરી નગરી ઉપર પણ આક્રમણો થવા લાગ્યા. નગરીની સુરક્ષા જોખમાતી ગઈ પરીનામે વેપારી જ્ઞાતિઓ ધવલપુરી છોડવા લાગી. નગરીની ભૌગોલીક સીમા તે સમયે દક્ષિણ દિશામાં હાલના વરધરા નજીક હતી. સરકારશ્રીના ચોપડા પર હાલનું સામૈયું ખેતર અને તેનાથી થોડે દુર આવેલ વાવ તેના પુરાવા છે. ઉત્તર પશ્ચિમ સીમા હાલના બારોડા ગામ સુધી હતી. ઉત્તર પૂર્વ સીમા હાલહાલના અચર માતાના ડુંગરની તળેટીમા આવેલ વાવ સુધી અને નગરીની પૂર્વ સીમા હાલની ભાણજીનીવાવ સુધી હતી.

મઘ્ય યુગમાં વટે માર્ગુઓ માટે નગરીની બહાર સીમાડાઓ ઉપર વાવ બાંધવામાં આવતી એ સુવિદિત છે. તુટતી ધવલપુરીને બચાવવા માટે નગરીની પડોશી અને એક નાનકડી રીયાસતનો ઠાકોર વિરા બારીયા મદદે આવ્યો. નગરીના શ્રેષ્ટીજનોએ રક્ષણની ખાત્રી આપી અને નગર ન છોડવા વિનંતી કરી.જેના પરીણામે ધવલપુરી સદંતર નષ્ટ ન બની પણ તેનું કદ નાનું બની ગયું અને વિરા બારીયાની યાદમાં આ નગરીનું "" વિરપુર"" થઈ ગયું "" વિરપરા"" સોલંકીઓ કે જે સોલંકી જ્ઞાતિનો એક ફાંટો છે. તે આ રીતે ઉદભવેલો છે.

અંગ્રેજ શાસન દરમ્યાન ૧૯૪૭ સુધી વિરપુર બાલાસિનોર સ્ટેટના તાબા હેઠળ નવાબ બાબીના શાસન હેઠળ હતું. બાબી શાસનમાં અવશેસ રૂપે આજે પણ નાથાકાકાની મીલ પાસે આવેલ જુના કોટના દરવાજાઓ આ ઈતિહાસની શાક્ષી પુરતા આજે પણ અડીખમ છે. નવાબ જમીયતખાન નાટકોના શોખીન હતા હાલના નાથાકાકા મોતિરામનો વિસ્તાર એ સમયે નવાબનું થી્રએટર હતું. જેમાં આઠથી દશ હજાર પ્રેક્ષકો બેસી શકે તેવું પ્રક્ષક ગળહ હતું. નવાબનું રેલ્વે શલુન આ થ્રીએટર સુધી આવતુ હતું. ભારતના બોલીવુડ ક્ષેત્રે પ્રખ્યાત અભિનેત્રી પરવીન બાબી બાલાસિનોર વિરપુરના આ નવાબની ભાણી હતાં જે ઉલ્લેખનીય છે.
 
આગળ જુઓ