માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ
મુખપૃષ્ઠ તાલુકાનો વિષે પરિચય

પરિચય

૧. તાલુકાનો ઇતિહાસ અથવા તાલુકા વિશેની માહિતી.
ખેડા જીલ્લાનું વિભાજન થતાં ગળતેશ્વર નવા તાલુકા તરીકે સપ્ટેમ્બર-૨૦૧૩ થી અસ્તિત્વમાં આવેલ છે. અત્રેના નવરચિત ગળતેશ્વર તાલુકામાં ઠાસરા તાલુકામાંથી ૩૪ ગામ સમાવી ગળતેશ્વર તાલુકાની રચના કરવામાં આવેલ છે.
ગળતેશ્વર તાલુકાના સૌપ્રથમ પ્રમુખ તરીકે શ્રી રંજનબેન જીતુભાઇ ઉપાધ્યાય તા.૨૯.૧.૨૦૧૫ ના રોજ ચુંટાઈ આવેલ.
મહાદેવના આશીર્વાદ જેના પર સદાય છે ખેતી તથા ઉદ્યોગ ક્ષેત્રે તેમજ ભૌતિક સુવિધાની દ્રષ્ટીએ ગળતેશ્વર પ્રાચીન સમયથી જ સમૃદ્ધ રહ્યું છે.
ગળતેશ્વર તાલુકા મથકે શૈક્ષણિક સંસ્થાઓ તથા આઈ.ટી.આઈ. આવેલ છે. તાલુકામાં જોવાલાયક સ્થળો તરીકે ગળતેશ્વર મુકામે મહિસાગર નદીના કાઠે ગળતેશ્વર મહાદેવનું મંદીર આવેલ છે.

Last Update : 31/5/2019

Users : 550333